મુખ્ય સામગ્રી પર જાઓ (Skip to Content)
માહિતી અને ફોર્મ ભરવા માટે આજે જ સંપર્ક કરો!

Railway Recruitment 2026: ભારતીય રેલવે (RRB) માં પેરામેડિકલ સ્ટાફની ૫૯૦ જગ્યાઓ પર મોટી ભરતી

ભારત સરકારશ્રીની કેન્દ્ર પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ શાખા, જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

મહત્વની તારીખો

ફોર્મ ભરવાની શરૂઆત૨૧/૦૯/૨૦૨૬
છેલ્લી તારીખ૧૪/૧૦/૨૦૨૬ (રાત્રે ૧૨:૦૦ કલાક સુધી)

ખાલી જગ્યાઓ

પોસ્ટનું નામઆંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર
કુલ જગ્યાઓ૧૧૭ (આંગણવાડી કાર્યકરની ૪૨ અને તેડાગરની ૭૫ સંભવિત જગ્યાઓ)

લાયકાત અને અન્ય માહિતી

શૈક્ષણિક લાયકાતઆંગણવાડી કાર્યકર માટે ધોરણ ૧૨ પાસ અને આંગણવાડી તેડાગર માટે ધોરણ ૧૦ પાસ
ઉંમર મર્યાદાઅરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ થી ૩૩ વર્ષ (અગ્રતા ધોરણે અરજી કરનાર તેડાગર માટે મહત્તમ ઉંમર ૪૩ વર્ષ)
પગારઆંગણવાડી કાર્યકરને રૂ. ૧૦,૦૦૦/- અને આંગણવાડી તેડાગરને રૂ. ૫,૫૦૦/- માનદવેતન
અરજી ફીજાહેરાતમાં કોઈ ઉલ્લેખ નથી

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
  • શૈક્ષણિક માર્કશીટ
  • જાતિનો અને આવકનો દાખલો (જો લાગુ પડતો હોય)
  • મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ સ્થાનિક રહેવાસી હોવા અંગેનું જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર

પસંદગી પ્રક્રિયા

શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારોક અન્વયે ઓનલાઈન મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે અને વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઈચ્છુક મહિલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ઓનલાઈન અરજી કરી શકે છે, અથવા ઓનલાઈન ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરી શકે છે.

Official Notification Official Apply Link Call Now WhatsApp Book Appointment
આ માહિતી મિત્રો સાથે શેર કરો:
Shree Gel Balvi Computer

શ્રી ગેલ બાલવી કમ્પ્યુટર

જામરાવલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તમામ સરકારી ભરતી, કોલેજ એડમિશન અને ઓનલાઈન ફોર્મની સૌથી સચોટ માહિતી. અમારી સાથે જોડાયેલા રહો!