ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU), જૂનાગઢ દ્વારા જાહેરાત ક્રમાંક ૮/૨૦૨૬, ૯/૨૦૨૬ અને ૧૦/૨૦૨૬ અંતર્ગત લાઈબ્રેરીયન તથા વિવિધ નોન-ટીચિંગ અને વહીવટી પોસ્ટ માટે કુલ ૧૧ જગ્યાઓ પર સત્તાવાર ભરતી જાહેર કરવામાં આવી છે.
મહત્વની તારીખો
| ઓનલાઈન અરજીની શરૂઆત | ૨૫/૦૯/૨૦૨૬ |
| ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ | ૧૬/૧૦/૨૦૨૬ |
| હાર્ડકોપી જમા કરવાની છેલ્લી તારીખ | ૨૧/૧૦/૨૦૨૬ (સાંજે ૬:૦૦ કલાક સુધી) |
ખાલી જગ્યાઓની વિગત (કુલ ૧૧ પોસ્ટ)
| જાહેરાત ક્રમાંક ૮/૨૦૨૬ | લાઈબ્રેરીયન (૦૧ જગ્યા - લેવલ ૧૪) |
| જાહેરાત ક્રમાંક ૯/૨૦૨૬ | ઇન્ટરનલ ઓડિટ ઓફિસર (૦૧), આસિસ્ટન્ટ એન્જિનિયર - ઇલેક્ટ્રિકલ (૦૧), આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર (૦૧), લેબ આસિસ્ટન્ટ - કેમિસ્ટ્રી (૦૧), આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર (૦૧), સ્ટોર કીપર (૦૧ - PwBD) |
| જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૬ | સિસ્ટમ એનાલિસ્ટ (૦૧), સિનિયર ક્લાર્ક (૦૧ - PwBD), જુનિયર ક્લાર્ક (૦૨ - SEBC અને ST) |
લાયકાત અને ઉંમર મર્યાદા
| શૈક્ષણિક લાયકાત | પોસ્ટ મુજબ અલગ-અલગ (લાઈબ્રેરી સાયન્સમાં માસ્ટર્સ, CA/M.Com, એન્જિનિયરિંગમાં ડિગ્રી/ડિપ્લોમા, કેમિસ્ટ્રીમાં બેચલર વગેરે) |
| ઉંમર મર્યાદા | ૪૦ થી ૫૭ વર્ષ (પોસ્ટ મુજબ) |
| અરજી ફી | જનરલ/અનરિઝર્વડ માટે રૂ. ૧,૫૦૦/- અને SC/ST/SEBC/EWS માટે રૂ. ૭૫૦/- (PwBD માટે ફી માફી) |
અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો BKNMU ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી, સ્વ-પ્રમાણિત દસ્તાવેજો સાથે અરજીની બે હાર્ડકોપી એક કવરમાં "રજીસ્ટ્રાર, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ" ના સરનામે ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ (સાંજે ૬:૦૦ કલાક) સુધીમાં પહોંચતી કરવાની રહેશે.