કોઈ વ્યક્તિ પોતાનું ઘર બદલે, બીજા શહેરમાં રહેવા જાય અથવા જૂનું સરનામું બદલાય ત્યારે Aadhaar Card માં સરનામું બદલવાની જરૂર પડે છે. UIDAI ના નિયમો મુજબ, તમે Online અને Aadhaar Enrolment Centre બંને માધ્યમથી Address Update કરાવી શકો છો. Online પ્રક્રિયા માટે તમારા Aadhaar સાથે મોબાઈલ નંબર જોડાયેલો હોવો જરૂરી છે.
Aadhaar માં Address Change કરવા માટે શું જોઈએ?
Online Address Update માટે તમારો Registered Mobile Number હોવો જરૂરી છે, જેના પર OTP દ્વારા વેરિફિકેશન થાય છે. નવું સરનામું સાબિત કરવા માટે Valid Proof of Address (જેમ કે Electricity Bill, Rent Agreement, Passport અથવા Voter ID) ની જરૂર પડે છે. જો તમે Aadhaar App થી અરજી કરો છો, તો Document ને JPG, PNG અથવા PDF format માં upload કરી શકો છો. ત્યારબાદ Face Authentication પૂર્ણ કરવાનું રહે છે.
Aadhaar Address Change માટે કયા-કયા Documents લાગે છે?
UIDAI દ્વારા Address Update માટે ઘણા documents સ્વીકારવામાં આવે છે. મુખ્ય દસ્તાવેજો નીચે મુજબ છે:
- Indian Passport
- Voter ID Card
- Ration Card
- Electricity Bill, Water Bill, અથવા Gas Bill (૩ મહિનાથી જૂના નહીં)
- Telephone, Mobile અથવા Broadband Bill
- Bank Passbook અથવા Post Office Passbook
- Valid Rent Agreement અથવા Lease Agreement
- Property Tax Receipt (૧ વર્ષથી જૂની નહીં)
જો Address Proof માં નામ અલગ હોય તો?
જો તમારી પાસે તમારા નામે Address Proof નથી, તો તમે Head of Family (HoF) આધારિત Address Update સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આમાં પરિવારના મુખ્ય સભ્યના Aadhaar અને તેમના approval દ્વારા Address Change કરાવી શકાય છે.
myAadhaar Portal થી Address Change કેવી રીતે કરવું?
- સૌપ્રથમ UIDAI ના myAadhaar Portal પર જાઓ.
- Aadhaar Number દાખલ કરી Login કરો અને Registered Mobile Number પર આવેલો OTP ભરો.
- Address Update ની service પસંદ કરો.
- નવું સરનામું ભરો અને Valid Proof of Address upload કરો.
- માહિતી ચકાસીને Request Submit કરો અને Online payment પૂર્ણ કરો.
- અંતે મળતો SRN (Service Request Number) સુરક્ષિત રાખો.
Aadhaar App થી Address Update કેવી રીતે કરવું?
- તમારા મોબાઈલમાં Aadhaar App ખોલી Login કરો.
- Services સેક્શનમાં જઈને Address Update પસંદ કરો.
- Address Proof document upload કરો અને નવું સરનામું દાખલ કરો.
- Face Authentication પૂર્ણ કરો અને fee payment કરો.
- Submit કર્યા બાદ SRN સાચવી રાખો.
Aadhaar Address Update ની Fee કેટલી છે?
| Service | Fee |
|---|---|
| Address Update (Online/App) | ₹75 |
| Demographic Update at Aadhaar Centre | ₹75 |
| POA/POI Document Update through myAadhaar Portal | 14 જૂન 2027 સુધી Free |
Aadhaar Centre થી Address Change કેવી રીતે કરવું?
જો તમારો Mobile Number Registered નથી, તો Online સુવિધાનો લાભ મળી શકશે નહીં. આ માટે તમારે નજીકના Aadhaar Enrolment Centre અથવા Aadhaar Seva Kendra ની મુલાકાત લેવી પડશે. ત્યાં Valid Address Proof ની ઓરિજિનલ કોપી બતાવીને Demographic Update કરાવી શકો છો.
Address Update Request નું Status Check કેવી રીતે કરવું?
Request submit કર્યા પછી મળેલા SRN નો ઉપયોગ કરીને UIDAI official website પર Check Aadhaar Update Status વિકલ્પ દ્વારા તમે તમારી અરજી ટ્રેક કરી શકો છો. Online request સબમિટ કરવાથી તરત જ Address બદલાતું નથી, પેલા document ની ચકાસણી થાય છે.
Address Update અને Document Update વચ્ચે શું તફાવત છે?
Address Update માં Aadhaar માં નોંધાયેલું સરનામું બદલવામાં આવે છે અને નવું Valid Proof of Address અપાય છે. જ્યારે Document Update માં માત્ર Aadhaar database માં identity અને address સંબંધિત જૂના POI/POA documents ને અપડેટ કરવામાં આવે છે. નોંધનીય છે કે Address Update કર્યા પછી તમારો Aadhaar Number બદલાતો નથી.